દિવાળી મીઠાઈ રેસિપી – ઘૂઘરા
સામગ્રી:
✓૧ કપ મેદા નો લોટ
✓ ૧/૨ કપ રવો
✓ ૧/૨ કપ સાકર
✓ ૧ કપ માવો
✓ ૨૫ ગ્રામ કીસમીસ
✓ ૮-૧૦ ઈલાયચી પાવડર
✓ ૧/૪ જાયફળ
✓ ૫-૬ બદામ- કાજુ ની કતરી
✓ ૨ કપ ઘી
બનાવવાની રીત:
મૂઠી પૂરતા મોણ થી લોટ બાંધી લો. પૂરી જેવો લોટ બાંધવો. હવે ઘી નાખી રવો શેકી લો. માવા ને જરા શેકી રવા સાથે મિક્ષ કરો. હવે તેમાં દળેલી ખાંડ નાખો. હવે તેમાં ઈલાયચી, કીસમીસ તથા કાજુ બદામ વગેરે તેમાં નાખો. આ મિશ્રણ ઠંડુ થાય ત્યાબાદ મેંદા ના લોટ ની પૂરી વણી તેમાં મિશ્રણ ભરી લેવું. હવે ઘૂઘરા વળી તેને ધીમા તાપે તળી લો.
આ તમારી દિવાળી ની મીઠાઈ તૈયાર.